ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.
Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.
આધુનિક સમયમાં વાહનોની ભરમાળ થઈ ગઈ છે. આજના સમયમાં પેટ્રોલ, ડીઝલ અને સી.એન. જી થી ચાલતા વાહનો ખુબ જ વધી ગયા છે. જેના કારણે પ્રદૂષણ ખુબ જ વધી રહ્યુ છે. આજનું પ્રદૂષણ હવામાન ઉપર ખુબ જ ગંભીર અસર કરી રહ્યુ છે. અવાજનું પ્રદૂષણ પણ વધી રહ્યુ છે. પેટ્રોલ ડીઝલ અને સી.એન.જી થી ચાલતા વાહનો આજની આવક સામે ખુબ જ ખર્ચાળ છે. ત્યારે વિના પ્રદૂષણ વાહનોનો ટ્રેંડ ચાલુ થઈ રહ્યો છે. ઈલેક્ટ્રીક વાહનોની ડીમાન્ડ વધી રહી છે. સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રીક વાહન યોજના નામની યોજના બનાવેલ હતી. પરંતુ આજે આપણે Gujarat GO Green Yojana 2023 વિષે માહિતી મેળવીશું.
Gujarat GO Green Yojana 2023
ગુજરાત સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. ગુજરાતના શ્રમિકો માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ E-Shram Card Benefits In Gujarati, E Shram Card 2023 Registration, શ્રમયોગી સંપૂર્ણ તબીબી તપાસ યોજના જેવી યોજનાઓ અમલમાં મુકેલ છે. સાથો-સાથ શ્રમિકોને આજના આધુનિક વાહનોની સુવિધા આર્થિક બોજા વગર મળી રહે તે માટે ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ ઈલેક્ટ્રીક વાહનો ઉપર સબસીડી આપવાની યોજના અમલી બનાવેલ છે.
Highlight Point
યોજનાનું નામ | Gujarat GO Green Yojana 2023 |
વિભાગનું નામ | શ્રમ, કૌશલ્ય વિકાસ વિભાગ |
પેટા વિભાગ/કચેરી નું નામ | ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | શ્રમયોગી |
યોજના હેઠળ મળવાપાત્ર સહાય | રૂ. 30,000/- સુધીની સબસીડી મળવાપાત્ર છે. |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
Official Website | https://www.gogreenglwb.gujarat.gov.in/ |
યોજના હેઠળના નક્કી થયેલા નિયમો
ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ નીચે મુજબના નિયમો નિર્ધારીત થયેલ છે.
- GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા, FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ), તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
- એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા અને લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
- મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- કન્સ્ટ્રક્શન વર્કર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય, તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
- ઔદ્યોગિક કાર્યકર: બેટરી સંચાલિત ટુ-વ્હીલરની એક્સ શોરૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે તેમજ વાહન RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.
- ITI વિદ્યાર્થીઓ: બેટરી સંચાલિત ટુ વ્હીલરની ખરીદી પર રૂ. 12000/-
How To Online Apply GO Green Yojana 2023 | ગુજરાત ગો ગ્રીન યોજના હેઠળ કેવી રીતે અરજી કરવી?
ગુજરાત ગો ગ્રીન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે અગત્યના સ્ટેપ નીચે મુજબ આપેલા છે.
- અરજી કરવા માટે બાજુની લિંક ઉપર ક્લિક કરો. https://gogreenglwb.gujarat.gov.in/indexGLWB.aspx?ServiceID=9
- Register Your Self ઉપર કિલક કરો. અથવા https://gogreenglwb.gujarat.gov.in/RegistrationGLWB.aspx લિંક ઉપર કિલક કરો.
- ફોર્મમાં પ્રાથમિક માહિતી ભરો.
- વિગતો ભરી યુઝર ક્રિએટ કરો.
- Login & Update Profile
- Login કરી માહિતી ચકાસો યોગ્ય ન હોય તો આપ સુધારો કરી શકો છો.
- Apply For Scheme
- સ્ટેપ ૧ અને ૨ યોગ્ય હોય યોજના હેઠળ અરજી ઓપન થશે અને માંગ્યા મુજબની માહિતી ભરો.
- Submit Application
- આપે ભરેલું ફોર્મ યોગ્ય છે કે કેમ? તે ચકાસી લો.
- યોગ્ય માહિતી જણાયે એપ્લીકેશન સબમીટ કરો.
Gujarat GO Green Yojana 2023 યોજના હેઠળ કયા મોડેલ ઉપર સબસીડી મળવાપાત્ર છે?
SR no | Company Name | Model Name |
1 | Jitendra New Ev Tech Pvt. Ltd | JMT1000HS |
2 | Okinawa autotech private limited | Praise Pro |
3 | Ampere Vehicles Private limited | ZEAL |
4 | Hero Electric Vehicles Private limited | Optima Pro |
5 | Hero Electric Vehicles Private limited | NYX Pro |
6 | Okinawa autotech private limited | RIDGE+ |
7 | Hero Electric Vehicles Private limited | Photon LP |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: ના, અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે.
જવાબ: https://gogreenglwb.gujarat.gov.in/indexGLWB.aspx?ServiceID=9 લીંક ઉપર ક્લિક કરો. અને ઉપર જણાવેલ સ્ટેપ મુજબ કાર્યવાહી કરો.
જવાબ: “Shramyogi Kalyan Bhavan, “G” colony, Opp. Water Tank, Sukhramnagar, Ahmedabad Gujarat. 380021
જવાબ: જાણવા માટે , https://glwb.gujarat.gov.in/district-wise-detail.htm લિંક ઉપર ક્લિક કરો.
જવાબ: સબસીડી મંજૂર થયેથી એક્સ-શોરૂમ કિંમતમાંથી સબસિડીની રકમ બાદ કર્યા પછી બાકીની રકમ ચૂકવવાની રહેશે. વેચાણ પછી, સબસિડીની રકમ ડીલરના ખાતામાં સીધી જમા થશે. આરટીઓ, રોડ ટેક્સની રકમ ડીલરને પરત કરવામાં આવશે.